સંદેશ
સંદેશ


ક્રોધ તમે કદી કરશો નહીં, પાળજો તમે આ સંદેશ.
ક્રોધ કરે તમારી બુદ્ધિનો નાશ, સમજો તમે આ સંદેશ.
અહંકાર તમે કદી રાખશો નહીં, માનજો તમે આ સંદેશ.
અહંકાર કરે તમારી માનવતાનો નાશ, સ્વીકારજો તમે આ સંદેશ.
ઈર્ષા તમે કદી કોઈની કરશો નહીં, વિચારજો તમે આ સંદેશ.
ઈર્ષા કરે તમારી ઉન્નતિનો નાશ, સમજો તમે આ સંદેશ.
શંકા તમે કદી કોઈની પર રાખશો નહીં, જાણજો તમે આ સંદેશ.
શંકા કરે તમારી પ્રેમભાવનાનો નાશ, સ્વીકારજો તમે આ સંદેશ.
વ્યસન તમે કદી કરશો નહીં, પાળજો તમે આ સંદેશ.
વ્યસન કરે તમારાં શરીરનો નાશ, સમજો તમે આ સંદેશ.
લાલચ તમે કદી કોઈ વસ્તુની રાખશો નહીં, માનજો તમે આ સંદેશ.
લાલચ કરે તમારી પ્રમાણિકતાનો નાશ, સ્વીકારજો તમે આ સંદેશ.
રાખવી હોય તો સદ્ ભાવના તમે રાખજો, સમજજો તમે આ સંદેશ.
સદ્ ભાવનાથી સહુ કરે ઉમંગ, સમજો તમે આ સંદેશ.
માનવ પ્રગતિનાં આ છ મોટાં શત્રુ, ત્યાગ કરો તમે આ પળે.
હૈયામાં રાખો માનવતા તમે, પથમાં પ્રભુ શ્રી કૃષ્ણ મળે.