કેશુડો
કેશુડો

1 min

12K
કેસરીયા ફૂલ રૂડા શોભે તારે અંગ
રક્તપુષ્પકમાં ભર્યા કોણે આ રંગ
ત્રણ પર્ણિકા પીંછાકાર તારા પર્ણો
લટકે ત્રિપત્રક કેશુડે સોનેરી કર્ણો
હોળી લાવતી રંગ ખાખરે રાજફૂલ
તારા પતરાળાં ભોજનિયાં રાજકુલ
ખીલે કલગી પુષ્પવિન્યાસ કેસુડે
ઘર બાંધ્યા કોયલ પોપટ ને સુડે
ખીલ્યો પલાશ આજ પુર બહારમાં
ગુંજે પતંગિયા એ રંગના પ્રહારમાં
કેસરીયા ફૂલ રૂડા શોભે તારે અંગ
રંગે રમે કાન મળી સખી તારે સંગ.