મને મારી શાળા ગમે
મને મારી શાળા ગમે
મને સેવા, શિસ્ત, સંસ્કારનું જ્ઞાન મંદિર ગમે,
મને મારી શાળા ગમે,
મને સમયસર શાળામાં હાજર થવું ગમે,
મને મારી શાળા ગમે.
મને પ્રાર્થનામાં પ્રભુ સ્મરણ કરવું ગમે,
મને મારી શાળા ગમે,
મને ભજન ધૂન ગાવા ગમે,
મને મારી શાળા ગમે.
મને આંખો બંધ રાખી ધ્યાન ધરવું ગમે,
મને મારી શાળા ગમે,
મને જાણવા જેવું રજૂ કરવું ગમે,
મને મારી શાળા ગમે.
મને પુસ્તકનાં પ્રેરક પ્રસંગો રજૂ કરવા ગમે,
મને મારી શાળા ગમે,
મને રાષ્ટ્ર ગીત ગાવું ગમે,
મને મારી શાળા ગમે.
મને નિત્ય ગણવેશમાં શાળાએ જવું ગમે,
મને મારી શાળા ગમે,
મ
ને શાળાએ હાજર રહી ભણવું ગમે,
મને મારી શાળા ગમે.
મને પાટિયાં પર નિત્ય સુવિચાર લખવા ગમે,
મને મારી શાળા ગમે,
મને જુદાં જુદાં વિષયો ભણવા ગમે,
મને મારી શાળા ગમે.
મને વિરામમાં મિત્રો સાથે નાસ્તો કરવો ગમે,
મને મારી શાળા ગમે,
મને બગીચામાં ફૂલો ને પાણી પાવું ગમે,
મને મારી શાળા ગમે.
મને ગુરુજી સાથે સંવાદ કરવો ગમે,
મને મારી શાળા ગમે,
મને મારી સ્વાધ્યાય કાર્ય કરવું ગમે,
મને મારી શાળા ગમે.
મને મારું જ્ઞાન મંદિર ગમે,
મને મારી શાળા ગમે,
મને સેવા, શિસ્ત, સંસ્કારનું જ્ઞાન મંદિર ગમે,
મને મારી શાળા ગમે.