વાંચનજ્ઞાન
વાંચનજ્ઞાન

1 min

11.7K
વાંચ્યાં ગ્રંથો, પુરાણો, ઉપનિષદો, ગીતા,
બન્યા આપણે આપણા ભાગ્ય વિજેતા.
જ્ઞાની લોકો થયા ઘણા મહાન,
વાંચીને જ આવ્યું ભાન ને જ્ઞાન.
ખલો, દુષ્ટો, નીચ લોકોએ જ્યારે અજ્ઞાનીઓને ડૂબાડ્યા,
વાંચનથી જ્ઞાન વધારીને જ તો એ પાપીઓને ભગાડ્યા.
વાંચનથી પરીઓ સાથે પરીલોકની મજા માણી,
તો કુરુક્ષેત્રમાં પાર્થરથી કૃષ્ણની વ્યથા પણ જાણી.
અસફળ લોકોએ વાંચીને જ્યાં ગઢ બનાવ્યા,
સફળ લોકોને ન વાંચીને પોતાના રાજ ડૂબાડ્યા.
તો મિત્રો, દરરોજ વાંચો, શીખો, નવું જાણો,
અને બસ થોડા જ સમયમાં જીવનની ઊંચાઇઓ માણો.