કોરોના
કોરોના

1 min

11.9K
કોરોના તું ભલે એક ભયંકર બીમારી,
સાંભળી લે અમારે નથી કોઈ લાચારી.
વારંવાર ધોશું હાથ, રહેશું હરદમ સાફ,
લોકડાઉન પાલન કરી નિભાવશું દુનિયાદારી.
ફરીથી આવશે સોનેરી મસ્તીભરી સવાર,
ફરશું સડકો પર લઈ સાયકલની સવારી.
સ્વચ્છ, સુઘડ, તંદુરસ્ત રહી હરાવશું,
પછી ભલે ને હોય તું મોટી મહામારી.