STORYMIRROR

manoj chokhawala

Children Stories

3  

manoj chokhawala

Children Stories

જગતનો તાત

જગતનો તાત

1 min
11.5K


મહેનત કરે એ જીતે એવો પ્રકૃતિમય તેનો જીવન આચાર.

હળ હાંકે, બળદને જોતરે, શ્રમ કરે તો ય બને એ લાચાર.


અક્ષય તૃતિયાનાં શુભ દિને પૂજા કરે એ શુભ મુહૂર્તમાં પ્રભાતે.

જમીન ખેડે, વાવણી કરે, પાણી વાળે એ નિત સ્વ મહેનતે.


રવી પાક, ખરીફ પાક ને જાયદ પાકને સીંચે એ કઠોર પરિશ્રમે.

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માવજત કરે મોલ ની કઠોર પરિશ્રમે.


ખેતરમાં લહેરાતો કંચન સમો મોલ જોઈ હૃદય થાય તેનું આનંદિત.

અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ થી મોલનું ધોવાણ જોઈ થાય એ આક્રંદિત.


ધરતીનાં સંતાનો સુખે જમે તે માટે કરે અન્ન ઉત્પાદન જગત તાત.

ખેતી ને પશુપાલન એ જ પ્રાથમિક આધાર કુટુંબ જીવનનાં તાત.


પરંપરાગત ખેતી થી આધુનિક ખેતી સુધીની સફરનો એ અંતેવાસી.

પ્રાણી, પ્રકૃતિ ને સૂક્ષ્મ જીવોનો સાચો રક્ષક બન્યો એ ગ્રામવાસી.


વ્યાજખોરી, મોંઘવારી ને શોષણ યુક્ત પ્રણાલીથી એ તો લાચાર.

મહેનત કરે એ જીતે એવો પ્રકૃતિમય તેનો જીવન આચાર.


Rate this content
Log in