શૈશવ
શૈશવ
1 min
11.5K
મારુ શૈશવ વહી વહી જાય રે
મનડું ભર જુવાનીમાં મૂંઝાય રે
આપીને તાળી જે રમતાં
હાથતાળી આપીને મને
થયાં બધાં તો ચાલતાં
છુપાછુપીના ખેલ ના ખેલાય રે
મારુ શૈશવ વહી વહી જાય રે
મનડું ભર જુવાની માં મન મૂંઝાય રે
છુપાછુપીના ખેલ ના ખેલાય રે
ઝૂમતા જે ગરબા ના તાલે
હવે એની જ ખોટ મને સાલે
એ પળ ને પાછી કેમ લવાય રે
મારુ શૈશવ વહી વહી જાય રે
મનડું ભર જુવાની માં મન મૂંઝાય રે
