સાઈકલ
સાઈકલ
1 min
11.6K
પાંખો આવી જાણે સાયકલને મારી ચાલતાં ચાલતાં,
ઉડીને પહોંચુ મંઝિલે મારી સ્વપ્નોને પૂરા કરવા,
બોલે હવા સંગ સાઈકલ મારી,
ભમું ગલી કૂંચી 'ને હોંશે હોંશે મારગમાં,
નિત નવો દરિયો ઉછળે કેવો ઉમંગનો,
આ યૌવન ખીલ્યું છે પૂરબહારમાં,
નવા ખૂલે ઝરુખા ને દ્વાર દોસ્તીના,
રંગીન પાંખો સંગ સંગ ઉડે એ વાદળમાં,
પાંખો મારી દેખાય ના, મિત્રો રહે અચંબામાં,
બની પતંગિયું મસ્ત લહેરાઉ હું ચમનમાં.