STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Others

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Others

બાંધી રાખી છે

બાંધી રાખી છે

1 min
262

એવી રીતે જીભ અમારી બાંધી રાખી છે,

બોલવાની ઈજાજત એમ આપી રાખી છે.


કસૂર શું હતો અમારો ? કે અમારો વાંક ?

જિંદગી જાણે સોય દોરાથી સાંધી રાખી છે.


રખે ને કોઈનું દિલ ના દુભાય એટલે થોડી,

મીઠી લાગણીઓ ચૂલા પર રાંધી રાખી છે.


ઘાવ થાય કે ઘાયલ, ઉંડા ઉઝરડે રંગભરીએ,

અમે અહિંસક વિચારધારા ગાંધી રાખી છે.


મનાઈ કરી છે સપના નહીં જોવાની એટલે,

વિખેરવાં પાંપણો પર પણ આંધી રાખી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy