બાળકો
બાળકો
મમ્મીઓ ઓતપ્રોત રહે, સિરિયલો અને કિટીપાર્ટીમાં,
તો પછી, બાળકો મોબાઈલના રવાડે ચડે તો કે'તા નૈ,
પપ્પાને તો મિત્રોની મહેફીલમાં વધારે મજ્જા આવે,
પછી, બાળકો રેવપાર્ટીમાં જઈ ફજેતા કરે તો કે'તા નૈ,
બાળપણની ઈચ્છાઓ જો તમે પુરી કરી ન હોય,
તો પછી, ઘડપણ નજરઅંદાજ કરાય તો કે'તા નૈ,
પ્રથમ આવવાની દોડમાં જોતર્યા પોતે જ બાળકોને,
તો પછી, અકાળે બાળપણ કરમાય જાય તો કે'તા નૈ,
સંસ્કાર આપવાની ઉંમરે, મા-બાપને જલસા કરવાના,
તો પછી, બાળકો ઉદ્ધતાઈભર્યું વર્તન કરે તો કે'તા નૈ,
હૂંફ આપવાની ઉંમરે, બાળકોને હોસ્ટેલમાં મોકલ્યા
પછી, એ સંતાનો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો કે'તા નૈ,