બાળકનો જન્મ
બાળકનો જન્મ
મેં દુઆ માટે હાથ ઊઠાવ્યાં તો,
ઈશ્વરે મારા હાથમાં,
એક ઝળહળતો ચંદ્રમા મૂકી દીધો.
અને હા એ તું જ હતો,
હોસ્પિટલના બંધ ઓરડામાં,
'તે દીકરો છે,' કરી નર્સે
તને મારા હાથમાં મૂક્યો.
મેં તને છાતી સરસો ચાંપ્યો,
મારી છાતીમાંથી ક્ષીર ફૂટયા.
તારા નાનાં નાનાં હાથનો સ્પર્શ
મારી અંદર ઝળહળાટ ઉત્પન્ન કરે
અને મારા હાથ,
સ્નેહના પારણાં ઝૂલાવે.
