બા મને નાની શી વાંસળી
બા મને નાની શી વાંસળી
બા મને નાની શી વાંસળી લાવી દે
મનગમતી...
લાલ પીળા રંગની ને ફુમતાવાળી,
બા મને ફુંકથી વાગતી વાંસળી લાવી દે
મનગમતી....
કાનુડાના હાથમાં શોભે છે વાંસળી,
બા તું મને મોરપીંછવાળી વાંસળી લાવી દે
મનગમતી...
ગોકુળની ગોપીઓને ગમતી એ વાંસળી,
બા મને મીઠા સૂર છોડતી વાંસળી લાવી દે
મનગમતી...
નાનાં નાનાં બાળકો સાંભળે મારી વાંસળી,
બા મને મોર પોપટવાળી વાંસળી લાવી દે
મનગમતી.....
