અવાજ આતમનો
અવાજ આતમનો


મસ્તિષ્ક અને હૃદયનું આ દ્વંદ્વ કાયમ રહેવાનું જ,
તર્ક અને લાગણીઓનું મંથન કાયમ સહેવાનું જ.
કોઈ તો ધ્યેય છે, મનુષ્ય જન્મ લેવું અમસ્તું નથી,
વિચારોની રણભૂમિને વિચારોનું વૃંદાવન કરવાનું જ.
સત્ય-અસત્ય તો સાથે જ ડહોળાવાનાં મથનીમાં,
ધૈર્ય ધરી વિચાર વલોણે શુભત્વનું અર્ક તારવવાનું જ.
જો વિજય શિખર પર પહોંચવાની ખેવના પ્રબળ હો,
પછાડવા મથે કઠણાઈ, મ્હાત આપી ઉપર ચડવાનું જ.
દેખાડે સારું નરસું બન્ને, આ નિયમ ગુણપ્રધાન પ્રકૃતિનો,
'દીપાવલી' જીતી જ જઈશ, અંત:કરણનું સાંભળવાનું જ.