Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

ૐ જય જય જગત-નિવાસ કરી !

ૐ જય જય જગત-નિવાસ કરી !

1 min
173


ૐ જય જય જગત-નિવાસ કરી !

મા ભક્તોની કલ્યાણ કરી ! ૐ જય જય.


જડ ને ચેતનમાં વિહરી રહી,

વસુધાની વેદે માત કહી,

રહી અણુ પરમાણુ મહીં વિહરી... ૐ જય જય.


મા કરુણા માધુરી પ્રીત ભરી,

સુંદરતાની છે છબી ખરી;

છે સુધામયી ને નમ્ર નરી... ૐ જય જય.


આનંદનિકેતન શાંતિભરી,

સુખને બેઠી છે કેદ કરી;

જે વરે તેમને જાય વરી... ૐ જય જય.


જે શરણ લઇ લે છે એનું,

અનુસંધાન કરી લે તેનું;

કિસ્મત તેનું તો જાય ફરી... ૐ જય જય.


ચરણોમાં ગુંજન રોજ કરી,

સંસાર સહેજે જાય તરી,

માતા, લો બંધન બધાં હરી... ૐ જય જય.


- શ્રી યોગેશ્વરજી

 


Rate this content
Log in

Similar gujarati poem from Classics