STORYMIRROR

Mittal Chudgar Nanavati

Inspirational

3  

Mittal Chudgar Nanavati

Inspirational

અસ્તિત્વ

અસ્તિત્વ

1 min
26

તમારી આપેલી શક્તિ વડે, 

તમારા સર્જેલા વિશ્વમાં,

તમારા દ્વારા ઘડાયેલા મનુષ્યો વચ્ચે,

હું એક અસ્તિત્વ ધરાવું છું.


મને માનવ શરીર આપવા બદલ,

હું તમારી ઋણી છું, 

તમારી બનાવેલી સુંદર સૃષ્ટિમાં,

હું મારાથી બનતું યોગદાન આપવા મથું છું.


હું તમે દર્શાવેલા માર્ગ પર ચાલવા ઇચ્છું છું, 

હું તમને દરેક જીવમાં જોવા પ્રયત્ન કરું છું, 

હું તમને તમારા જ આપેલા નયન વડે નિહાળું છું,

હું તમને બસ એ જ કહેવા માંગું છું.

 

હું તમારી જ આવૃત્તિ છું અને 

હું તમારામાં જ સમાવવા માંગુ છું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational