અસ્તિત્વ
અસ્તિત્વ


સ્મરણોની કુંપળ કેટલી ધારદાર હોય,
આંખે મઢેલ સ્વપ્નોની આરપાર હોય,
ખાલીપાને વરસાદના છાંટા પણ વાગે,
મેઘધનુષ્યના રંગ સાતેય કાળા લાગે,
વેદનાઓ બની સંવેદના વિચલિત કરે,
હાથોની રેખાઓ પર જાણે આરી ફરે,
આયખાનો અર્થજ અંધકાર બની રહે,
કહોને શેષ આ જીવન કેમ કરી વહે,
અંગતથી દુર થવું કેટલું અઘરું હોય,
જેના વગર અસ્તિત્વ જ અધૂરું હોય.