અરમાન
અરમાન
અરમાન, ફક્ત શબ્દ નથી !
કોઈના સપનાનો ઘુઘવતો છે સાગર,
સંવેદનાનો અને લાગણીઓનો છે મહાસાગર.
કોઈના અરમાનો પુરા થાય છે,
તો કોઈ શરૂ થતાં પહેલાં જ નંદવાય છે !
અરમાન કોઈ મોટા કે નાના ન હોય,
એ તો દરેક પડાવે અનોખાં હોય.
નાના એ ભુલકાને હોય રમવાનાં અરમાન,
મોટેરાને હોય સંપત્તિના અરમાન,
આખરી ઉંમરે હોય પરિવારના સાથની ઝંખના,
એ ખુદા તું પણ અર્પે સાથ એવી છે આકાંક્ષા.
બધા અરમાન ક્યાં કોઈના પુરાં થાય છે !
કોઈની થાય દિવાળી તો કોઈનાં સપનાંઓની હોળી,
નાનકડું અરમાન કરે છે જીવનને કમાલ,
એ પુરા કરવા આજે દુનિયા કરે છે ધમાલ.
