STORYMIRROR

SHEFALI SHAH

Inspirational

4  

SHEFALI SHAH

Inspirational

અરજ સ્વીકારજે

અરજ સ્વીકારજે

1 min
296

મારી આ એક અરજ તું સ્વીકારજે,

રુદિયામાં મારો વાસ સદા રાખજે.!


લાખ વિઘ્નો આવશે પ્રીતની રાહમાં,

તોય તારા હૈયે તું હામ સદા રાખજે.!


જાણું છું, છે તારેય કેટલીક મજબૂરી,

પણ મારા માટે ખાસ સમય સદા રાખજે.!


ખાટીમીઠી પળો તો આવ્યા કરશે,

નવી યાદ બનાવવાની ચાહ સદા રાખજે.


હું અને તું નો પ્રશ્ન તો ઊભો જ રહેશે, આપણા થવાની હોશ સદા રાખજે.


બધું તો કોઈને મળ્યું નથી ને મળવાનું નથી, મારી ઈચ્છા પૂર્તિની જીદ સદા રાખજે.


સંપૂર્ણ તો તું પણ નથીને હું પણ નથી,

મને પૂર્ણ કરવાની નેમ સદા રાખજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational