STORYMIRROR

Patel Padmaxi

Inspirational Others

4  

Patel Padmaxi

Inspirational Others

અપકાર

અપકાર

1 min
187

જગ કાજે જેણે સદા બાળીને જાત,

એના જ ઘવાયા કાયમ જજબાત.


ઓલવવાને આગ બીજાની મથ્યા,

તેમના જ દાઝયા કાયમ જોને હાથ.


સાફ કરતાં ગંદકી સઘળી રગદોળાયા,

ખરડાયા નખશીખ ને મળી કાયમ ઘાત.


બચાવવા અન્યને ઝીલ્યા પારકાના ઘાવ,

છોલાયા પૂરા, લાલ રકતે થયો તરખાટ.


ન જાણ્યું પરોપકારના અજીબ હિસાબને,

ખોટકાયા, ફસડાયા, અપમાનિત ને થયા માત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational