STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

3  

Kiran piyush shah "kajal"

Abstract

અફવા છે

અફવા છે

1 min
155

ફોરમની ચર્ચામાં સૌ ભરમાઈ ગયાની અફવા છે, 

ફૂલો ઉપવનના સઘળાં કરમાઈ ગયાની અફવા છે, 


 શબ્દો થાકી જાશે સચ્ચાઈ વ્યક્ત કરવામાં આજ, 

માણસ ત્યાં આખે આખો વટલાઈ ગયાની અફવા છે,


 કુંવારીના સપનામાં આવ્યો વ્હાલમને એણે તો, 

 ચોરીને પાંપણ ઢાળી શરમાઈ ગયાની અફવા છે,


અધરાત્રે કેમ જગાડી એ જ સવાલે જાગી રાત, 

સપનામાં નડતર સાથે બદલાઈ ગયાની અફવા છે, 


હાથ જરા પકડી પૂછ્યું ને ઉભરો આવ્યો મનનો ત્યાં, 

ત્યારે સમજાયું અમને ઠલવાઈ ગયાની અફવા છે,


ઘડવૈયા સાંભળ મારા ધબકારા ને કર નક્કી તું,

ધકધક કરતું દિલ મારું સલવાઈ ગયાની અફવા છે, 


પડકારી ઈશ્વરની ખાસ સતા, જોયું દુનિયાએ, 

ઈશ્વર સામે માણસ તો અટવાઈ ગયાની અફવા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract