STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

અપેક્ષાનું રણ

અપેક્ષાનું રણ

1 min
26.2K


એમ ક્યાં કદી કોઈનું થવાય છે

બસ આપણી લાગણીઓ ઘવાય છે


અરમાનો સ્વપ્નો અને આરઝુઓ

પછી ભીતર ભીતર અથડાય છે


પેલા જળ ઝાંઝવાના જોયા પછી જ

એક રણ અપેક્ષાઓનું રચાય છે


વિરહ વિચારોની ભીડ વચ્ચે પણ

હવે મારું એકાંત પણ ગભરાય છે


નજરમા શુષ્ક આશનો સંચાર

આંખોને ઓર ભીની કરી જાય છે


આ તમન્નાના ઓલવાતા ચરાગની

ધુમ્રસેર ચહેરો તારો રચી જાય છે


એક"પરમ"આશ તને પામવાની

મને ઓર"પાગલ"બનાવી જાય છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational