અનુરૂપ
અનુરૂપ
આજકાલ માનવીના જીવનના કેવા છે રંગરૂપ !
હોય ખિસ્સા ખાલી તોય બનીને ફરે બધા નૃપ.
વધી છે મોંઘવારી, જોડે વધી છે બધાની પૈસાની ભૂખ,
પણ તમે શાને ના જીવો થઈને સમયને અનુરૂપ.
જૂઠી શાન અને ખોટી દેખાદેખીને કૃત,
આજકાલ બની રહ્યા છે બધા સરીસૃપ.
લોન લઈને પૂરા કરે, બધા પોતાના હર સુખ,
વધે જ્યારે દેવાનો ખપ્પર ત્યારે રડીને જણાવે પોતાના હર દુઃખ.
ક્યારે સમજશે કરકસરનું જીવનને બચતનું મૂલ,
શું અમૂલ્ય જીવનને જાળવવા ક્યારેક તો થશે એને અનુરૂપ ?
#TravelDiaries
