અંતર નડે નહીં પ્રેમમાં
અંતર નડે નહીં પ્રેમમાં
મસ્ત પ્રેમ કહાની મારી, સદાય વહેતી હૈયે પ્રેમ સરવાણી
અંતર જરીય નડે જ નહીં, હું મલકું તો હરખાય મારી રાણી,
રહેતી એ દિલની પાસ સદા, દૂર છતાંય બહુ બની વહાલી
વરસાદ સંગ મોકલે ઝાઝેરાં, હેત મને નિત મારી રાણી
અંતર જરીય નડે જ નહીં, હું મલકું તો હરખાય મારી રાણી,
યાદ કરતાં જ ખીલે હૃદયમાં, પ્રેમપુષ્પ સદાય પારિજાતનાં
ખીલતાં ગુલાબની મસ્ત પંખુડીમાં, મલકાય છે મારી રાણી
અંતર જરીય નડે જ નહીં, હું મલકું તો હરખાય મારી રાણી,
ઊગે ચાંદ તો નીરખું ધાબેથી, ચાંદમાં મનભરીને નીરખું મારી રાણી
ટોપલો ભરીને વરસાવે વહાલ, વિરહ સહીને પણ મલકે મારી રાણી
અંતર જરીય નડે જ નહીં, હું મલકું તો હરખાય મારી રાણી,
ભીની માટીની સુંગંધ સંગ મોકલે મધુર પ્રેમનો અહેસાસ સદા
હેતથી હૈયે વળગી રહે, 'રાજ' ની સમીપ રહે સદા મારી રાણી
મસ્ત પ્રેમ કહાની મારી, સદાય વહેતી હૈયે પ્રેમ સરવાણી.