STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

અંતિમ રાત

અંતિમ રાત

1 min
307

એ અંતિમ રાત તને યાદ હશે,

આપણી છેલ્લી મુલાકાત તને યાદ હશે,


આકાશે ચમકતો પૂર્ણિમાનો ચાંદ તને યાદ હશે,

મે કરેલો પ્રેમનો વરસાદ તને યાદ હશે,


શબ્દો ક્યાં હતા આપણી પાસે,

આંખોથી કરેલો સંવાદ તને યાદ હશે,


એ રાત રાણીનો પમરાટ તને યાદ હશે,

મારા હૃદયના વધી ગયેલા ધબકાર તને યાદ હશે,


મારી ઝાંઝરનો ઝણકાર તને યાદ હશે,

આ કંગનનો રણકાર તને યાદ હશે,


આપણી અંતિમ રાત તને યાદ હશે,

આપણી અંતિમ મુલાકાત તને યાદ હશે

આપણે કરેલી લાખો વાત તને યાદ હશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy