અનોખો સાર
અનોખો સાર

1 min

11.7K
આ જુઓ નમણી નાગર નાર,
લાવી દેશપ્રેમનો અનોખો સાર,
કંઇક કરી છૂટીએ એવી,
હાકલ આવી પેહલી વાર.
મહામારીથી બચી રહીએ,
ઘરમાં રહી આનંદ કરે,
સુરક્ષિત રહી દેશ શાન બને,
બસ થોડું અમથું વિચારો,
થઈ રહ્યો આટલો પ્રચાર પ્રસાર,
કંઇક તો હશે ને એનો પણ સાર.
એળે ના જાય આ બલિદાન સેવા કર્મીઓનું
માની લ્યો તો છે ખુશી અપાર,
પહોંચીએ એક એક ના મન સુધી,
અમારી તો છે બસ એ જ રજૂઆત,
આ જુઓ નમણી નાગર નાર,
લાવી દેશપ્રેમ નો અનોખો સાર.