STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

અણુ અણુમાં ભાળું છું

અણુ અણુમાં ભાળું છું

1 min
929

ફુરસમાં એને વાંચું છું,

મુશ્કેલીમાં એને વાગોળું છું,

જ્યારે એને સમજુ છું,

શબ્દ ભીતરમાં પામું છું,


કર્મફળનો ત્યાગ કરું છું,

જ્ઞાનની ઉપાસના કરું છું,

ભક્તિનું ભાથું બાંધું છું,

ત્યારે એને પામું છું,


સંજોગો વિકટ બને ત્યારે,

એનેજ શરણે જાઉં છું,

કૃષ્ણને સારથિ બનાવી,

ખુદ પાર્થ બની જાણું છું,


સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વાંચી,

વિચારમગ્ન થાઉં છું,

પ્રભુને પ્રિય થવા શું કરું ?

 એ જ પ્રશ્નમાં રાચું છું,


'તને યોગ્ય લાગે તેમ કર',

એવું જ્યારે વાંચું છું,

અર્જુન તો નથી છતાં,

કૃષ્ણને મનોમન ચાહું છું,


વિષાદયોગથી શરૂ કરીને,

મોક્ષ સુધીની યાત્રામાં,

વિરાટ દર્શન પામનાર,

પાર્થ ને સંજયને ચાહું છું,


જેમ જેમ એને વાંચું છું,

તેમ તેમ સૂક્ષ્મ બનું છું,

પ્રભુના પરમ તત્વને,

અણુ અણુમાં ભાળું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational