STORYMIRROR

Deviben Vyas

Inspirational

4  

Deviben Vyas

Inspirational

અણમોલ જિંદગી

અણમોલ જિંદગી

1 min
233

પીત્ઝા અને બર્ગર થકી તો, પેટભર જે ખાય છે,

હાલત કફોડી એ કરે છે, આખરે પછતાય છે. 


તાકાત વિનાનું કરે તન, આખરે બિમાર થાય,

દોડા કરીને જાતના, લીરા કરી ભટકાય છે.


પહેલાં જતન એ ના કરે, તનનું થઈને અંધ એ,

જીહ્વા તણાં લાગે ચટાકા, જાનથી એ જાય છે.


ઝડપી બની છે જિંદગી, ક્યાં શાંતિથી જમતાં હવે ?

નિયમન સકલ નેવે કરે, પાછળ નજર ના થાય છે.


અણમોલ હીરાની સમી, આ જિંદગી ફેંકી દઈ,

ને ખાટલામાં જિંદગી, આગળ ઉપર પટકાય છે.


જીવન તણી એની કમાણી બિલ ભરવામાં ખપે,

અંજામ હોસ્પિટલ બનીને સોય બહુ ભોંકાય છે.


નિયમિત કરો જીવન અને, બસ શુદ્ધ ખાણું રાખવું,

બનશે જગતમાં મસ્ત જીવન, પ્રેમથી જીવાય છે.


સાચા મળેલાં મંત્રને, પાળી વિતાવો જિંદગી,

જીવન તણાં હર ધ્યેયને, પામી સરસ હરખાય છે.


છોડો બધાં ઝડપી અમલ, જીવો મજાની જિંદગી,

સોગાદ સુંદર જિંદગીની, આખરે સમજાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational