અનમોલ રતન
અનમોલ રતન


અનમોલ રતન મારા ત્રણ બાળકો, મારી જિંદગી જીવવાનું બળ છે,
કનક કહો, કંચન કહો કે કહો સોનું,
પ્યારું ને દુલારું, લાગે વ્હાલા એ ત્રણ છે.
અલગ સ્વભાવના એ લાગણીઓથી એ મન સૌના હરે છે,
હરેકને રહે એષણા, હરેકનું એ સપનું કે આવાં સંતાનો અમ ઘરે જો હોય.
કનકને પણ મદ ચડે, એવા અદકેરા અનમોલ રતન છે,
એ રાખે કદમ ગૃહે, અંતર વિહ્વળ કરે દરેકનું એવા દિલના દાતાર છે.
સપનાઓ આંબવા માંડે આકાશને અડકતાં જ એવી ઊંચી હરણફાળ છે,
મળતાં જ મર્કટ બની નાચે મન, હાથ રહે ના કોઈનું એવો સાલસ સ્વભાવ છે.
ફરી જાય ચાલ, આવે જ્યાં હાથમાં મેઘલ, જીનલ, સરગમનો સંગાથમાં,
દુનિયા લાગે મૂઠીમાં, આભને જમીન પર ઉતારી આપે આ અનમોલ ત્રણ રત્નોના સંગાથમાં.