અનમોલ મા
અનમોલ મા
મા જેવું અનમોલ કાંઇ નથી, મા છે સાક્ષાત ઈશ્વર
જ્યારે મા હોય છે સાથે, ત્યારે નથી સતાવતો કોઇ ડર
જ્યાં ભરતી જ છે, ક્યારેય ઓટ નથી
મા છે પ્રેમનો એવો અદભુત સાગર
છે માત્ર દીવાલો અને ફર્નીચરનું બનેલ મકાન
મા નો પગરવ સંભળાય અને બની જાય તે ઘર
ચૂલો, વાસણો, રાશન અને મસાલા રાહ જોતા હોય છે મા ની
પગ પડે મા નો રસોડામાં, અને બધું થાય છે તરબતર
કેટકેટલાએ કામ કરે છે, થાકતી નથી મા ક્યારેય
પગ પોતાના ઘસી નાખે, ત્યારે સંતાન થાતા હોય છે પગભર
માતબર શબ્દની તો શરૂઆત જ થાય છે મા શબ્દ સાથે
અંતરના આશીર્વાદ આપવામાં મા જેવું નથી કોઇ માતબર
સંતાન થાય મોટું કે બને ગમે તેટલો મોટો માણસ
મા ની નજરમાં તો એ બાળક જ રહે છે જિંદગીભર
આમ જૂઓ તો જિંદગી જીવાતી હોય છે બે ભાગો માં
એક જિંદગી મા સાથે, બીજી જિંદગી મા વગર
વિખવાદ છતાં, પરિવાર પર નથી થતી ઘેરી અસર
મા ના પ્રેમની ગૂંથણીમાં બાકી નથી હોતી કોઇ કસર.