અનમોલ જિંદગી
અનમોલ જિંદગી
જિંદગી મળી છે અનમોલ સાર્થક કરી જવાના,
પહાડો વચ્ચે ઝરણા જેમ અમે વહી જવાના,
સંધર્ષની સામે અમે ચટ્ટાન થઈ ઊભા રહીશું,
હિમાલય લાખો ઊભા એને પાર કરી જવાના,
સુખ દુઃખની ઘટમાળ નિરંતર વહે જીવનમાં,
નાવ વગર પણ સમંદર અમે તરી જવાના,
જીવનના રણસંગ્રામે લડત ઘણી છે લડવાની,
સાચું કહું તો દોસ્ત એ પણ લડી જવાના,
સત્ય છે સનાતન એક દિન અહીંથી જવાના,
શબ્દો થકી ચાહત દિલમાં છોડી જવાના.