અંકુરનું જતન
અંકુરનું જતન
હદયની ધરા પર વાવીએ પ્રેમ તણું બીજ,
વ્હાલ તણા વારિથી કરીએ એનું સિંચન.
ભરીને કદર, હૂંફ અને કાળજી તણું ખાતર,
કરીએ સદા કુમળા છોડનું આપણે જતન.
ફૂટશે ઉલ્હાસે અંકુર, નવપલ્લવિત એ થાશે
નિરખી લીલાશ હરખાય રહેશે સહુના નયન.
સ્પર્શ કુદરતના તમામ તત્વો તણો પામતું રહી,
વિકસશે અસ્તિત્વ જરૂર આભ આંબશે જીવન.
ભાત-ભાતના વિચારપુષ્પોથી એક 'દિ મ્હેંકશે,
સોડમ ફેલાય જશે ચોતરફ એવું બનશે ચમન.
