STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

અમથી ઉજવણી..

અમથી ઉજવણી..

1 min
25.9K


માણસ તો માતર નામ માપણીનું 

ને હું તો સરોવર ભીની લાગણીનું


વાવી હકારાત્મકતા આંખ મીંચી 

તો પછી પૂછવું શું એની કાપણીનું 

 

અતિરેક ગળપણનોય થઇ શકે છે 

જો ધ્યાન નહીં રાખીએ ચાસણીનું 


શરમના શેરડા તો તોય ઉભરાયા 

વદન જ ક્યાં હતું કોઈ લજામણીનું

 

અને નૃત્ય કરી લીધું અમથું અમથું 

નહોતું બહાનું અમથી ઉજવણીનું 


સરભર કરી દીધા છે જીવનમૂલ્યો 

મારે શું હવે ચિત્રગુપ્તની ખતવણીનું

 

ધરાહાર "પરમ" ગીત સંભળાવીશ

તમે જ પાત્ર છો "પાગલ" પજવણીનું


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational