અમર
અમર
સંસારની કોઈ ચીજ અમર નથી,
દેખાય છે જે આંખમાં, એ પલભર પછી નથી.
પાતાળુ પાયા નાંખીને, ઈમારતો ઊભી કરો,
રહેશો તમે દિન કેટલા, એ અમર નથી.
ઐશ્વર્ય આ અવનિ તણુ, જળ ઝાંઝવાનું જાણજો,
વિલુપ્ત વિપળમાં થશે, એ અમર નથી.
ભાવના સમજો સાનમાં, તો સંકટો સઘળાં શમે,
વિદ્યુતવેગે વહી જાશે, એ અમર નથી.
ગાડી, બંગલા ધન દોલત રહી જવાના અહીં,
સાથે કંઈ ના આવતુ, એ અમર નથી.
નહીં તો નિસાસા નાંખશો, એ આજ છે કાલ નથી,
મધ્યસ્થી પામો સત્યની, બાકી અમર કંઈ જ નથી...
