STORYMIRROR

Mahendra Rathod

Thriller Tragedy

3  

Mahendra Rathod

Thriller Tragedy

અમર શહીદી...

અમર શહીદી...

1 min
6.4K



અંધકાર હતો એવો એ પૂનમની ચાંદની રાતે,

નો'તો દેખાતો સુરજ લગીરે એવી કોઈ વાતે,


કોઈનો હતો ભરથાર તો બેટો હતો કોઈનો,

ભીંજાઈ હતી ત્યાં ઓઢણી રક્ત તણી ભાતે,


રણબંકા એ વિરોનો કેવો ધરણી હારેનો નાતો,

ત્યજી દીધા બધા ખોરડાને ત્યજી બધી મહેલાતો,


અરમાનોની કરી હોળી ને ખુશીઓને રગદોળી,

આઝાદીની હરખાતી હેલીએ ભરી આપણી ઝોળી,


નથી જાગીર કોઈની ને નથી આ કોઈની શહાદત,

રક્ત સીંચીને રચેલી છે આ શૂરવીરોની વિરાસત,


કેટલાય શ્વાસ રૂંધાયા છે આ ધરતીને દેવા ધબકાર,

વીતે જુગોના જુગ પણ કેમ રે ભુલાય એ ઉપકાર,


કણે કણમાં ને ક્ષણે ક્ષણમાં તમે છો અમર આજે,

ખુલ્લું આસમાન ને ધરતી અમ નસીબે આપ કાજે.



Rate this content
Log in

Similar gujarati poem from Thriller