અમે નાનાં નાજુક ને રૂપાળાં
અમે નાનાં નાજુક ને રૂપાળાં
અમે નાનાં નાજુક ને રૂપાળાં
મીઠી બોલી વાળા
બાલુડા નાનકડાં ......
અમે રોજ રોજ શાળાએ જઈએ
સંસ્કારના પાઠ નવાં ભણીએ
બાલુડા નાનકડાં.......
અમે પ્રજ્ઞા દ્વારા ભણીએ
પ્રવૃત્તિ નિતનવી કરીએ
બાલુડા નાનકડાં.......
અમે મેદાનમાં રોજ જઈએ
રમતો નવી રમીએ
બાલુડા નાનકડાં.......
અમે ચિત્ર નિતનવાં દોરીએ
સર્જનશક્તિ ખીલવીએ
બાલુડા નાનકડાં........
અમે વાર્તા નવી નવી સાંભળીએ
વાર્તાનો આનંદ સૌ સંગ માણીએ
બાલુડા નાનકડાં...........
અમે ગીત નવાં નવાં ગાઈએ
તાળી સાથે પાડીએ
બાલુડા નાનકડાં.
