અમે બાલુડા રે
અમે બાલુડા રે
અમે બાલુડા રે નાની નિશાળના
અમે ભણવાને જઈએ રે
બાલુડા નાની નિશાળના...
અમે બાલુડા પતંગિયા સંગ રમીએ રે
પતંગિયા ને ઊડતાં રે નિહાળીએ..
બાલુડા નાની નિશાળના..
અમે બાલુડા પંખી સંગ ઊડીએ
અમને ઊડવાની રે મજા અનેક
બાલુડા નાની નિશાળના...
અમે બાલુડા દોડાદોડી કરીએ
આમને પકડાઈ જવાની રે મજા
બાલુડા નાની નિશાળના.....
