અળખામણો પ્રદેશ
અળખામણો પ્રદેશ
હા ! હતો અવાચક હું,
આશ્ચર્યમાં ગરકાવ,
શોધી કાઢયો મેં,
પરગ્રહવાસીઓનો વિસ્તાર,
માનવ તે માનવ સમા,
જુદી ભાષાને પહેરવેશે અલગાવ,
પણ આખર તો માનવી,
કરે એકસરખો વ્યવહાર.
પૂછયું જો ,આ કયો પ્રદેશ આ,
કહે, અમારો દેશ આ
કોણ રે તું ?
કયાંથી આવ્યો ?
પહોંચાડવા અમને હાનિ !
વાળતાં જવાબ મેં દીધો દિલાસો,
હું શોધક પૃથ્વીલોકનો પ્યાસો,
જાણવા રહસ્ય બીજા લોકનું.
પામવાને ગૂઢ ચિતાર,
આવી પડયો તમારા લોકમાં,
કૂતૂહલ અને મારા શોખમાં,
ત્યાં એકે ઉગામ્યું હથિયાર.
હું ડર્યો,
મને લાગ્યો એક ઝાટકો આંખો બિડાઈ,
ખોલીને જોયું હતો સ્વપ્ન પ્રદેશમાં,
હું એ અળખામણાં દેશમાં.
