STORYMIRROR

Nisha Shah

Classics

4  

Nisha Shah

Classics

અલાર્મ કલોક

અલાર્મ કલોક

1 min
532

આજે ઘર ખાલી કરતા હાથમાં,

આવ્યું ભાઈનું એલાર્મ ક્લોક!


બપોરનાં ચાર વાગે જોયું તો,

પાંચ મીનીટમાં હવે વાગશે બાર!


વળી એલાર્મનો કાંટો બતાવે કે,

ઉઠવાનું,જ્યારે સવારે વાગે ચાર!


કાટ ખાધેલું ધૂળ ચડેલું ઘડિયાળ,

જ્યાં રુમાલથી જરીક કર્યું સાફ!


ત્યાં તો જાણે ધૂળની ડમરીઓ ઉડી,

સાથે કેટલીયે જૂની યાદો આવી ઉડી !


સમય સાથે જે સરકી ગઈ હતી,

આજે બધી જ જાણે પાછી ફરી.


જાણે ઘડિયાળનાં કાંટા ઊંધા ફર્યા,

કલાક મિનિટ સેકંડ - -પળો બધી,


આજે મનમાં યે ઊંધી ચાલવા લાગી !

ઘડિયાળમાં હતી અકબંધ આજ લગી,


અચાનક ધૂળ રુપે એ આવી બહાર !

જૂની બંગલીની યાદ, સવારનું એલાર્મ,


ભાભીની મને ઉઠાડવા માટેની બૂમો,

ભાઈનાં જલેબી ગાંઠીયા આવે છે યાદ.


કેવું પટ કરીને એલાર્મ બંધ કરી દેતી !

આજે થાય કે સમયને આમજ રોકાય,


ચાલતો બંઘ કરાય તો કેવી નિરાંત!

ઘડિયાળમાં કાંટા મન પ્રમાણે ફેરવાય.


સમય ઊંધો ન ચાલે, જલદી ન ચાલે,

સમયને હાથમાં પકડીને રખાય છે ?


ના,ના એ તમને રાખે એનાં હાથમાં !

જો રાખો તમારી મૂઠીમાં તો જાય

સરકી રેતી ને ધૂળની જેમ જ સ્તો!


આ એલાર્મ ક્લોક લઉં છું હાથમાં તો

આખુ બાળપણ આવી જાય છે મનમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Classics