અક્ષર, હોઠો પર આવ્યો મા
અક્ષર, હોઠો પર આવ્યો મા
શબ્દ સમજું કે પહેલો અક્ષર,
હોઠો પર આવ્યો મારી મા.
મતલબ નહોતી સમજતી હું,
પણ મમતામાં ખેંચાણી મા.
આંગળી પકડી મે તો તારી,
અર્પણ કરી તેં પુરી જિંદગી,
પાલવ પકડી તારો રમતી,
ભુલ થઈ તેમાં છુપાતી હું મા.
દિકરી તારી દૂર હોય જેટલી,
હૃદયને દૂરથી પીછાણતી,
ઘાવ વાગ્યો દર્દ ઉપડયું,
સીસકારો નીકળતો દર્દમાં તારો મા.
માંગણી મારી ફટ સમજતી,
ના કહેવામાં પણ સમજાવતી,
ગુસ્સે થઈ હું મોં ચઢાવતી,
હારી થાકી માંગ પુરી કરતી મા.
ક્યા
ં પીછાણ હતી ભગવાન સાથે,
હાથ જોડતા શીખવ્યું,
મન મારે તો તું ભગવાન,
ચરણોમાં મંદિર બનાવ્યું મેં મા.
કોઈ કહે ઈશ્વર, કોઈ બોલે અલ્લાહ,
કોઈ કહે રામ, કોઈ કાનો,
વાદળો દેખાયા મુશ્કેલીના જ્યારે,
હું તો કરું યાદ તને મા.
ડગલું માંડતા તે શીખવ્યું,
આગળ વધતા પણ તે શીખવ્યું,
પાંખો આપી મને સપનાની,
અડગ વિશ્વાસનો છોડ રોપયો માં.
ઉપકાર તારો, ખુશીઓનો ખજાનો,
હરખાતી હરદમ સંગ તારી,
તું છો તો ચેતના તારી,
તારી વગર ચેતના ના જીવી શકે મા.