અજમાવી લઉં છું
અજમાવી લઉં છું
ચાલશે એમ કરી ચલાવી લઉં છું,
માનશે એમ કરી મનાવી લઉં છું,
હું અને મારી ફિતરત એવી' બધુંય,
ફાવશે એમ કરી ફવડાવી લઉં છું,
પૂછે કોઈવાર તારી ઈચ્છા શું છે ?
એની ઈચ્છા મારી બનાવી લઉં છું,
સળવળે છે ક્યારેક સૂતેલી ઉમ્મીદ,
પીઠ પસવારી ને સૂવડાવી લઉં છું,
મારામાં થઈને મારામાં જ નીકળવું,
એમ જાતને હું અજમાવી લઉં છું.
