STORYMIRROR

Kalpesh Vyas

Inspirational

4  

Kalpesh Vyas

Inspirational

અહંભાવ કોઈ છોડતું નથી !

અહંભાવ કોઈ છોડતું નથી !

1 min
332

આતુર હું પણ છું, આતુર એ પણ છે,

છતાય વ્યક્ત બેઉમાંથી કોઈ કરતું નથી,

કારણકે... અહંભાવ કોઈ છોડતું નથી.


મળવું મારે પણ છે, મળવું એને પણ છે,

પણ પહેલ બેઉમાંથી કોઈ કરતું નથી,

કારણકે... અહંભાવ કોઈ છોડતું નથી.


વ્યસ્ત હું પણ નથી, વ્યસ્ત એ પણ નથી,

છતાય સમય બેઉમાંથી કોઈ કાઢતું નથી, 

કારણકે... અહંભાવ કોઈ છોડતું નથી.


નારાજ હું પણ નથી, નારાજ એ પણ નથી,

છતાય અબોલા બેઉમાંથી કોઈ તોડતું નથી,

કારણકે... અહંભાવ કોઈ છોડતું નથી.


દિલ મારેય તોડવું નથી, એનેય તોડવું નથી,

છતાય દિલને બેઉમાંથી કોઈ જોડતું નથી,

કારણકે... અહંભાવ કોઈ છોડતું નથી.


દિલગીર હું પણ છું, દિલગીર એ પણ છે,

છતાય દિલગીરી વ્યક્ત કોઈ કરતું નથી,

કારણકે... અહંભાવ કોઈ છોડતું નથી.


ઝઘડો મારે પણ પતાવવો છે ,એને પણ પતાવવો છે,

છતાય પહેલ કરીને ઝઘડો કોઈ પતાવતું નથી,

કારણકે.... અહંભાવ કોઈ છોડતું નથી.


નાદાન હું પણ નથી, નાદાન એ પણ નથી,

છતાય સમજદારી કોઈ બતાવતું નથી ?

કારણકે... અહંભાવ કોઈ છોડતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational