STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational

4  

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational

અહેસાસ

અહેસાસ

1 min
240

દિલથી દિલનો સંગમ થયો છે

પ્રેમની મુલાકાતની દિલથી થઈ છે,


ખુશીઓની દુનિયામાં ડગલું ભર્યું છે

મનગમતું આકાશ માથે ચડ્યું છે,


મન દ્વારમાં મોરલાના ટહુકા થયા છે,

બે પ્રેમી પંખીડાનો સંગમ થયો છે,


હાથોમાં હાથ પરોવી બેઠા છીએ,

નજરો નીચી ઢાળી પ્રેમનો એકરાર કરી બેઠા છીએ,


સોહામણી સવારના સપનાં સજાવી રહ્યા છે,

મુક્ત આકાશમાં આઝાદ ઊડવા જઈ રહ્યા છે,


મનગમતા સાથી સાથે પ્રેમના રંગે રંગાયા છે,

જીવનમાં ખુશીઓને આમંત્રણ દઈ રહ્યા છે !


દિલનો અહેસાસ શબ્દોમાં પરોવી રહ્યા છે,

પ્રેમથી પ્રેમની મુલાકાત કરી રહ્યા છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance