STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

અહેસાસ સાથે અડપલા

અહેસાસ સાથે અડપલા

1 min
26.9K


અહેસાસ સાથે તું આમ અડપલાં ન કર,

શ્વાસ શ્વાસ મારો તારી યાદમાં રૂંધાય છે.


તારી યાદોને સમજાવીને રાખ જરાક;

મારા કઠણ કાળજાને એ કોરી ખાય છે.


તારી ખામોશીને તું શાંત કર ઘડીભર,

મારા ખલીપામાં એ ગુંજીને પડઘાય છે.


ને રૂઆબ આ તનહાઈનો જો તું આવીને,

જીસ્મ તો ઠીક આ રૂહ નીચોવાઈ જાય છે.


સજા છે કે 'પરમ' મજા છે આ દર્દ એ ઈશ્ક,

તારા વિના આ ઝંખનાઓ 'પાગલ' થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational