STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

અગનપંખ

અગનપંખ

1 min
348

અગન પંખમાંથી નીકળીને મેં મારી જાતને પૂરવાર કરી,

હવે તારા આ ગુના માટે તારી જાતને ખૂવાર કરી,


દરેક ગુનાઓ માટે નારી જાતિને આંગળી ચીંધાય,

અગ્નિપરીક્ષા આપીને પણ સૌને જુહાર કરી,


દહકતાંં અંગારાઓની જેમ દિલ ધબકી રહ્યું છે,

શ્વાસોના શ્વાસની સરગમને મેં અહીં પુરવાર કરી,


લાગણીઓનાં વહેતાં ઝરણામાં જાતને ડૂબાડી દીધી, 

એ વેદનાની અગન પંખમાં મારી જાતને ખૂવાર કરી, 


"સખી" હવે તો ધુમાડો અને રાખની વચ્ચે ઊભી છું, 

તારા ઈન્કારમાં મારી જાતને કફનમાં ખૂવાર કરી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy