અગ્નિ
અગ્નિ


હશે શું આ આગ! માં, કહીશ મને તું જરી,
વગોવાય એ કેમ જે આજે હૂંફ છે આપે.
મંદ સ્મિત રેલાવતી, બેઠી હાથ શેકતી,
હળવા કંઠે ચીરતી, તિક્ષ્ણ શબ્દો એ કહે,
ઝરે તણખા ચકમક પથ્થરમાંથી,
ને આગ સંબંધોને લાગે,
રાગ-દ્વેષની ચંપાતી દિવાસળી,
જીવતર આખું સળગાવે.
અજવાળાના છે પર્યાય સમી,
ધારે તેટલા બંધન એ બાધે
અણધારે જોને વિખૂટા એ કરતી,
કરતી વેર વિખેર જીવતરને,
વસી ચૂલે સૌ કોઈના પેટ ઠારતી,
ચિતાએ જીવતર હોમાવતી.