STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

અઘરી છે જિંદગીની સફર

અઘરી છે જિંદગીની સફર

1 min
129

અઘરી છે સફર જિંદગીની,

તોયે ખેડવી પડે છે,

હોય હૃદયમાં દર્દ,

તોયે હોઠથી મલકાવું પડે છે,


અઘરી છે સફર તોય ખેડવી પડે છે,

ભલે પોતાના લોકો આપે ઘાવ,

તોયે વાદળી બની ઠારવો પડે છે,

જીવનમાં જ્યારે કોઈ અંગત આપે જખમોનાં ડામ,

તોયે ચંદનનો શીતળ લેપ બની,

રહેવું પડે છે,


અઘરી છે જિંદગીની સફરતોયે ખેડવી પડે છે,

રાહ હોય અંધકાર ભરી કે હોય પથરીલી

પગમાં પડે છાલા તોયે ચાલવું પડે છે,


અઘરી છે જિંદગીની સફર,

આવે જ્યારે મુસીબતનો પહાડ,

છોડી દે છે પોતાના પણ સાથ,

તોયે હિંમતપૂર્વક ડગ ભરવા પડે છે,

અઘરી છે જિંદગીની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational