અદકેરું બંધન
અદકેરું બંધન


જિંદગીને આજે મળ્યોએ અંદાજ,
એક ન માણેલો મળ્યો એ મિજાજ,
ગમતાં સાથે સમર્પણનો અહેસાસ,
દિલને મળ્યો સંતોષી ન્યારો શ્વાસ,
ખુશીથી ઝુમી રહ્યો હું હવે આજ.
ન પીછાણી એ છુપા પ્રેમની ઝલક,
ન સમજાઈ કે આજ એની સમજ,
સૌની હોય પ્રિતની આગવી પરખ,
ન કરવી કોઈની સાથે હવે તુલના,
અહેસાસ એ દિલને સ્પર્શે આજ.
બસ હવે ન જોઈએ બાહ્ય દેખાવ,
સ્વીકારું છું તારી મીઠેરી જ યાદ,
નથી જોઈતું હવે અદકેરું બંધન,
ચોતરફ લાગણીઓનો અહેસાસ,
તારાં પ્રેમમાં ભીંજાયો હુંજ આજ.