STORYMIRROR

Kinjal Pandya

Romance

3  

Kinjal Pandya

Romance

અધૂરી ખ્વાહિશ

અધૂરી ખ્વાહિશ

1 min
438

અધૂરી રહી જશે ખ્વાહિશ,

આપણી મળવાની.

મનની મનમાં રહી જશે,

ખ્વાહિશ અધૂરી રહી જશે.


જીવી લઈશું યાર એકબીજા વગર,

પણ એના માટે મળવું જરૂરી, નહીં તો

અધૂરી રહી જશે ખ્વાહિશ,

આપણી મળવાની.


મળી લઈશ તને જો એકવાર

તો જીવી શકીશ શાંતિથી,

અધૂરી રહી જશે ખ્વાહિશ,

તને મળવાની.


મુકત કર્યો છે તને મારા હરેક બંધનથી,

એકવાર મળીને તું મને મુક્તિ આપી જા, નહીં તો,

અધૂરી રહી જશે ખ્વાહિશ,

આપણી મળવાની.


જાણું આ જન્મે આપણે નથી જ મળવાના,

પણ જીવી લઈએ જનમ એકબીજાને જોવામાં

એકવાર આવીને મને મળી જા

અધૂરી ખ્વાહિશ પૂરી કરી જા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance