અધૂરી છે
અધૂરી છે
તમારી સાથેની પહેલી એક મુલાકાત હજુ પણ અધૂરી છે,
લખાઈ નથી એ કહાણી પણ એક દિ' પૂરી જરૂર થવાની છે,
વાતો તો રોજ કરીએ જ છીએ પણ એ વાતો હજી અધૂરી છે,
મન મારું મોહી ગ્યું' તમારી એક હાસ્ય પર એની ક્યાં જરૂરી છે,
કોણ કહે છે કે આપણો સંબંધ ફક્ત ને ફક્ત મિત્રતાનો જ રહ્યો છે,
અરે એને કોઈ સમજાવો કે આંખોમાં પ્રેમ ને મનમાં માન પણ જરૂરી છે,
ભલે રહેતી દૂરી તમારાં ને મારા વચ્ચે પણ એનો અહેસાસ પણ તમને છે,
બસ એક નજરમાં તમને પામી લેવાની આજે આ ચાહત પણ અધૂરી છે,
થઈ હતી વાત કે મળીશું એક વાર કોઈ ખાસ દિવસે ને હશે સાથે ચા,
બસ એ દિ' ની રાહ દેખવી એ મારા ને તમારાં માટે હજુ પણ અધૂરી છે,
લખતાં લખતાં ક્યાંક કો'ક વાત રહી નાં જાય એની પણ હજી વાર છે,
એ વાતો પૂરી કરવાં તમારી ને મારી મુલાકાતની રાહ પણ હજી અધૂરી છે,
મને નથી ખબર કે ક્યારે પૂરી થાશે આ એક અજીબ આપણી મુલાકાત,
પણ એ મુલાકાતની યોજના કરવા હજી આપણી મુલાકાત જ અધૂરી છે.

