STORYMIRROR

Margi Patel

Drama Romance

3  

Margi Patel

Drama Romance

અધિકાર...

અધિકાર...

1 min
10.2K


તું મને પ્રેમ નહીં કરે તો ચાલશે...

પણ મને પ્રેમ કરવાનો હક આપજે...


તારા મનમાં ભલે લાગણી ન ઉદ્દભવે...

પણ મારી લાગણીને નામ આપવાનો અધિકાર આપજે...


તું અનેક વચનો તોડજે...

પણ મને દરેક વચનો નિભાવવાનો અવસર આપજે...


તારા દરેક શ્વાસ પર બીજાનું નામ હશે...

પણ મારા દરેક શ્વાસ પર તારૂ નામ રાખવાનો અધિકાર આપજે...


તારા દરેક સુખ પર તારો જ હક રાખજે...

પણ તારા દરેક દુઃખ પર મારો અધિકાર રાખજે...


ભલે તું મારે શબ્દો ના સમજે...

પણ તારા નામની ગઝલ લખવાનો અધિકાર આપજે...


ભલે તું મારી પાછળ મને યાદ ના કરે...

પણ છેલ્લા દિવસે તારી સુહાગન બનીને જવાનો અધિકાર આપજે...



Rate this content
Log in

Similar gujarati poem from Drama